PANCHKARMA THERAPIES

શું આપે શરીર ની આંતરિક શુદ્ધિ કરાવી?

આપણે સમયાંતરે પોતાની ગાડી સર્વિસ કરાવીએ છીએ.બહાર થી સાફ સુથરી  લાગતી ગાડી ના એન્જીનમાં ખરાબી ના થાય એટલે આટલી તકેદારી જો આપ રાખતા હો તો શરીર ને અંદર થી શુદ્ધ કરાવવાનો વિચાર આપને ક્યારેય આવ્યો છે ખરો?


નીચે દર્શાવેલા  લક્ષણો શરીર માં વધારે પડતા ખરાબ તત્વો ની

હાજરી સૂચવે છે.આ પૈકી આપ કોઈ પણ સમસ્યા થી પીડાતા હો તો

તમને કદાચ શરીર ની આંતરિક શુદ્ધિ કરાવવી જરૂરી છે.

 

  • વારંવાર ખીલ થવા,શરીર પર ફોડલીઓ થવી,શીળસ થવી,સોરાયસીસ જેવા ચામડી ના રોગો
  • ખાટી ઉલટીઓ થવી.ખાટા ઓડકાર આવવા,પેટમાં છાતી માં બળતરા થવી-અમ્લપિત્ત
  • અપચો-અવિપાક
  • ખાવાની ઈચ્છા ના થવી-અરુચિ
  • માથા માં દુખાવો થવો અને ઉલટી જેવું લાગવું .ઉલટી થયા પછી જ માથાનો દુઃખાવો મટવો-માઈગ્રેન
  • જાડાપણું-સ્થૂળતા
  • પુરતો પોષણ યુક્ત ખોરાક લેવા છતાં વજન ઘટ્યા કરવું અને સ્ફૂર્તિ ના લાગવી.
  • શરીર માં ભાર ભાર લાગવો-ગૌરવ
  • કંઈપણ કામ કર્યા વિના થાક લાગવો-ક્લમ,
  • થોડા કામ થી ઘણું થાકી જવું-શ્રમ,
  • આળસ આવ્યા કરવી
  • દુર્ગંધ યુક્ત પસીનો થવો.
  • ઊંઘ ન આવવી અથવા ખુબ વધુ ઊંઘ આવવી.

શરીર ની આંતરિક શુદ્ધિ કેવી રીતે થાય?

આયુર્વેદ ની દ્રષ્ટિએ શરીર ને શુદ્ધ કરવાનો માર્ગ ખુબ સરળ છે.

પાંચ પ્રકાર ની થેરાપી શરીર ને અંદરથી શુદ્ધ કરે છે.જેથી તેને પંચકર્મ તરીકે પણ ઓળખવા માં આવે છે.

૧)વમન:- ઉલટી કરાવી ને ખરાબ તત્વો નીકળવા

૨)વિરેચન:- ઝાડા કરાવી ને ખરાબ તત્વો ને નીકળવા.

૩)બસ્તી:-એનીમા આપી ને આંતરડા માં ઔષધ પહોંચાડી ખરાબ તત્વો દુર કરવા

૪)નસ્ય:- નાક માં ઔષધ ના ટીપા નાખી ખરાબ તત્વો દુર કરવા

૫)રક્ત મોક્ષણ:- શરીર ના જે ભાગ માં બીમારી હોય તે ભાગ માં થી બ્લડ નીકળવામાં આવે છે. જેથી ખરાબ તત્વો દુર થાય છે.

આયુર્વેદ ના નિષ્ણાત વૈધ આપના રોગ ની અવસ્થા  મુજબ આ પૈકી કોઈ પણ એક અથવા વધુ થેરાપી થી શરીર ની આંતરિક શુદ્ધિ (ડીટોક્ષિફીકેશન) કરે છે.ત્યાર બાદ દવા લેવાથી રોગ દુર થાય છે.

સામાન્ય દવા કરતાં પંચકર્મ કેમ ચડિયાતું છે?

  • આપણે દહીં ભરેલી વાટકી ખાલી કરી દઈએ પણ વાટકી બરાબર સાફ ન કરીએ અને એ વાટકી માં દૂધ ભરીયે તો નવું દૂધ પણ બગડી જશે.
  • એ જ પ્રકારે રોગ ઘણો જુનો હોય અને શરીર માં ખરાબ તત્વો નું પ્રમાણ વધુ હોય ત્યારે શરીર ની આંતરિક શુદ્ધિ કરાવવી જરૂરી બને છે.
  • માત્ર દવા લેવાથી અને શરીર ની આંતરિક શુદ્ધિ નહિ કરાવવાથી રોગ મટવાની સંભાવના રહેતી નથી.
  • જેમ ઝાડ ના મૂળ ને ઉખાડી નાખવામાં આવે તો ઝાડ ફરી ઉગતું નથી એવી રીતે શરીર ની આંતરિક શુદ્ધિ કરાવ્યા પછી રોગ ફરીથી થવાની સંભાવના રહેતી નથી.
%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close